GPSCએ મૌખિક ઈન્ટરવ્યૂમાં જેને 20 ગુણ આપી ફેલ કર્યા તેણે UPSCસર કરી, વાંચો વિપુલ ચૌધરી ની કહાની

વિપુલ ચૌધરી
---Advertisement---

ગુજરાતમાં સાવ છેવડે સરહદી સાંતલપુર તાલુકાના હમીરપુર જેવા સાવ પછાત ગામમાંથી આવતા ૨૫ વર્ષના વિપુલ કરમણભાઈ ચૌધરીએ ૩૪૮માં ક્રમાંકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન- UPSC સર કરતા ગુજરાત જાહેર સેવા આયોગ-GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરીથી શંકાના પરીધમાં મુકાઈ છે.

GPSCની પરીક્ષા પધ્ધતિ પણ UPSCની પેટર્ન આધારિત છે. પરંતુ, છેલ્લે જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૪માં જે રીતે મેઈન્સ પછીના ‘રૂબરૂ મુલાકાત’ અર્થાત ઇન્ટરવ્યુંમાં ૮૨ ગુણના ગેપિંગને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા યુવાનાઓ સવાલો ઉભા કર્યા હતા તેને મંગળવારે દિલ્હીથી જાહેર થયેલા UPSCના પરીણામોએ વધારે મજબૂત કર્યા છે. GPSCની ૨૦/૨૦૨૪ની જાહેરાતમાં અગાઉની એક ભરતીમાં ગેરરિતી આચરવા સબબ જે ઉમેદવાર માટે પ્રતિબંધ મુકાયો હતો તેને મૌખિક પરીક્ષામાં ૯૨ ગુણ આપીને સિલેક્ટ કરી દેવાયા હતા. જેના કારણે મુખ્ય પરીક્ષામાં માત્ર ૩૭૧ ગુણ ધરાવતા ઉમેદવારો ક્લાસ વન-ટુમાં સિલેક્ટ થઈ ગયા.

GPSC દ્વારા તાજેતરમાં ક્લાસ વન-ટુ ભરતીમાં આ જ યુવા ઉમેદવાર કે જૈમણે મુખ્ય પરીક્ષામાં ૪૨૯.૨૫ ગુણ મેળવ્યા પરંતુ, મૌખિક ઈન્ટરવ્યુમાં માત્ર ૨૦ ગુણ આપીને ફેલ જાહેર કરવામાં આવ્યા હતા.

જયારે વિપુલ ચૌધરી જેવા અસંખ્ય ઉમેદવારો કે જેમનુ મુખ્ય પરીક્ષાનું મેરિટ ૪૨૭થી લઈ ૪૨૯.૨૫ વધુ હતુ તેમને મૌખિક અર્થાત ‘રૂબરૂ મુલાકાત’ હેઠળની પરીક્ષામાં ૧૦થી ૨૦ સુધી ગુણ આપીને નાપાસ જાહેર કરાયા હતા. ભૂતકાળમાં GPSCની જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૦, ૨૬/૨૦૨૧, ૩૦/૨૦૨૨ સહિતની અનેકવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મૌખિક ઈન્ટરવ્યુમાં સૌથી વધુ અને ઓછા ગુણની વચ્ચેની ગેપ-તફાવત ૩૦થી ૪૦ ગુણ વચ્ચેનો રહ્યો છે. તેવામાં જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૪ હેઠળની ભરતીમાં મહત્તમ ૯૨ અને લધુત્તમ ૧૦ જેટલુ અંતર એટલે કે ૮૨ માર્ક્સનુ ગેપિંગ એ ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યુ છે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવાનોમાં ગુજરાતમાં રમત થઈ રહ્યાની લાગણી પગટી છે. UPSCએ ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યા બાદ સોશિયલ મિડીયામાં ઉમેદવારોમાં તેની પ્રતિતિ જોવા મળી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment