અમદાવાદમાં 2 દિવસ વીજ પુરવઠો બંધ રહેશે, ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા નોટીસ

અમદાવાદ : ભર ઉનાળે અમદાવાદીઓને વીજ પુરવઠો અવિરત મળતો રહે તે હેતુસર નેટવર્ક મેઈનટેનન્સ અંતર્ગત સબ સ્ટેશનો/પોલ માઉન્ટેન્ડ ટ્રાન્સફોર્મરમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને 2 દિવસ સવારના 10:00થી સાંજના 5:00 કલાક સુધીવીજ પુરવઠો બંધ થવાની શક્યતા છે.

અમદાવાદમાં 2 દિવસ વીજ પુરવઠો બંધ રહેશે

અમદાવાદમાં ગ્રાહકોને ગુણવત્તાભર્યો અને વિશ્વસનીય વીજપૂરવઠો સતત અને સુનિશ્ચિતપણે મળતો રહે તે માટે નેટવર્ક મેઇનટેનન્સનું આયોજન કરેલ છે. નીચે દર્શાવેલ સબસ્ટેશનો/પોલ માઉન્ટેન્ડ ટ્રાન્સફોર્મરમાંથી વીજપૂરવઠો મેળવતા ગ્રાહકોનો સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન વીજપૂરવઠો બંધ થવાની શક્યતા છે. આપની પ્રવૃત્તિઓનું આયોજન તે મુજબ કરવા વિનંતી.

તા.૦૨/૦૫/૨૦૨૫ શુક્રવાર વીજ પુરવઠો બંધ રહેશે

  1. બીબી તળાવ વટવાઃ નવકાર એગ્રો પ્લાન્ટ-TR, હામજા નગર-TR, બુદ્ધાન પાર્ક-TR-૧, અમન પ્લાઝા-CSS,
  2. વિસતઃ રાઇચંદનગર-TR,
  3. મોટેરાઃ સુર્ય શ્રીજી-TR-૧,
  4. ઓઢવ ટર્મિનસઃ મારૂતિ એસ્ટેટ-PMT,
  5. રાયપુર: ઝંકાર એપાર્ટ-TR, રાયપુર-TR-૧,
  6. ઘાટલોડીયાઃ શાયોના પુષ્પ રેસીડેન્સી-SS,
  7. શિવરંજનીઃ વિમા નગર-SS,
  8. રામદેવનગરઃ દ્વારકેશ થલતેજ-CSS,
  9. હાટકેશ્વર ડેપોઃ રામ રથ-SS,
  10. લાંભાઃ એનઆઈડીસી-S/S.

તા.૦૩/૦૫/૨૦૨૫ શનિવાર વીજ પુરવઠો બંધ રહેશે

  1. ભૈરવનાથ થી મીરા સિનેમા રોડઃ દેવીશ્યામ કોમ્પલેક્ષ-TR, શ્રીજી ઇન્ફા-PMT, ઢોર બઝાર,
  2. વાડજઃ કાવેરી એપાર્ટમેન્ટ-TR,
  3. રીલીફરોડ પથ્થરકુવાઃ વિશાલ કોમ્પલેક્ષ (કોમ)-TR,
  4. સરદાર પટેલ સ્ટેડીયમઃ CAT (સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ)-SS,
  5. જીવરાજ પાર્કઃ શૈવાલી ટ્વીન્સ (મોનાપાર્ક જીવરાજ પાર્ક)-SS.

અસુવિધા બદલ દિલગીર છીએ

Leave a Comment