Manav Kalyan Yojana 2025: માનવ કલ્યાણ યોજના 2025, આ રહી અરજી કરવાની તમામ માહિતી

Manav Kalyan Yojana 2025
---Advertisement---

Manav Kalyan Yojana 2025: માનવ કલ્યાણ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો ની સહાય આપવામાં આવે છે. આ માટે કયા જરૂરી આધાર પુરાવા તેમજ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Manav Kalyan Yojana 2025

માનવ કલ્યાણ યોજના હેઠળ બ્યુટીપાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ વગેરે જેવા ૧૦ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના 2025 માં આવતા 10 ટ્રેડના નામ

  1. દૂધ-દહીં વેચનાર
  2. ભરતકામ
  3. બ્યુટી પાર્લર
  4. પાપડ બનાવટ
  5. વાહન સર્વિસિંગ અને રિપેરિંગ
  6. પ્લમ્બર
  7. સેન્ટિંગ કામ
  8. ઇલેકટ્રીક એપ્‍લાયૅન્‍સીસ રીપેરીંગ
  9. અથાણાં બનાવટ
  10. પંચર કિટ

માનવ કલ્યાણ યોજના પાત્રતા

માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવા માંગતા લાભાર્થીની ઉમર 18 થી 60 વર્ષ ની હોવી જોઈએ. આ માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર અને શહેરી વિસ્‍તાર માટે રૂ.6 લાખ સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજના 2025 ઓનલાઈન પોર્ટલ અરજી શરૂ

વર્ષ ૨૦૨૫-૨૬ માં માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરવા માટે તા.૦૮/૦૪/૨૦૨૫ થી ઓનલાઈન પોર્ટલ (લાઈવ) ખુલ્લું કરવામાં આવેલ છે.

માનવ કલ્યાણ યોજના અરજી કઈ રીતે કરવી

આ માટે લાભાર્થીએ ઇ-કુટિર પોર્ટલ ઉપર (https://e-kutir.gujarat.gov.in/) પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. જે ના સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે.

  • અરજી ઇ કુટીર પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.  લિન્ક :  https://e-kutir.gujarat.gov.in/
  • નવા યુઝર પરક્લિક કરો
  • ત્યાર બાદ ફોર્મ માં માંગેલ વિગતો ભરો
  • ત્યાર બાદ તમારી એપ્લિકેશન નંબર નોંધ કરી લેવો

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment