ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો, જુઓ DA ક્યારથી મળશે

DA
---Advertisement---

ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે! ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં (DA) વધારો જાહેર કર્યો છે.

આ નિર્ણયથી રાજ્યના આશરે 9.59 લાખ કર્મચારીઓને આર્થિક લાભ મળશે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે, અને હાલમાં 53% DA મેળવતા કર્મચારીઓને હવે વધેલા દરે લાભ મળશે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પણ જાન્યુઆરી 2025માં તેના કર્મચારીઓ માટે DAમાં વધારો જાહેર કર્યો હતો, જેના ધોરણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

  • છઠ્ઠા પગારપંચ હેઠળના કર્મચારીઓ માટે DAમાં 6% નો વધારો કરવામાં આવ્યો છે.
  • સાતમા પગારપંચ હેઠળના કર્મચારીઓ માટે DAમાં 2% નો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA)માં વધારો જાહેર કર્યો છે, જે 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપતામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં, રાજ્ય સરકારના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય અનુસાર, છઠ્ઠા અને સાતમા પગારપંચ હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણોને અનુરૂપ મોંઘવારી ભથ્થામાં (DA) વધારો આપવાનો નિર્ણય કરાયો છે, જે 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment