વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા હવે થી ટોલનાકા પર ઈ-મેમો ઈસ્યૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે, આ એ મેમો ચેક કરવા માટે તમારા વાહન સાથે મોબાઈલ અપડેટ હોવો જરૂરી છે જેની સંપૂર્ણ માહિતી આપીશું.
જો હવે તમે ટોલ પ્લાઝા પરથી પસાર થાવ ચો ત્યારે તમારા વાહનનો વીમો, PUC કે ફિટનેસ નહીં હોય તો ટોલ પ્લાઝા દ્વારા હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર ઈ-મેમો ઈસ્યૂ કરી આપવામાં આવશે, હાલ કોમર્શિયલ વાહનો માટે સિસ્ટમ શરૂ.
શું છે ઈ ડિટેક્શન ?
ગુજરાત વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇ ડિટેક્શન પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.જયારે તમારું ટ્રાન્સપોર્ટ વાહન પસાર થઈ રહ્યું છે અને જો વાહનનો ઇન્સ્યોરન્સ, PUC અને ફિટનેસ નથી, તો સીધું ટોલ પ્લાઝા પરથી ઈ ડિટેક્શન થઈ જશે અને તમારાં વાહનો ઈ મેમો જનરેટ થઈ જશે.
ગુજરાતનાં ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન મેમોની શરૂ
રાજ્યભરના 80થી વધુ ટોલ પ્લાઝા દ્વારા આ ઇ ડિટેક્શન મેમો આપવાનું શરુ થઈ ગયું છે પણ રાહતની વાત એ છે કે આ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો માટે હાલમાં શરૂ કરાઈ છે.જે ટ્રાન્સપોર્ટ વાહનચાલકને વાહનના રજિસ્ટર મોબાઈલ નંબર હશે તેના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ દ્વારા એ મેમો ની જાણ કરવામાં આવશે.
તમારા વાહન સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- પેહલા પરિવહન પોર્ટલ ઓપન કરો
- રાજ્ય ગુજરાત સિલેક્ટ કરો
- આરટીઓ સિલેક્ટ કરો
- પ્રોસેસ પર ક્લિક કરો
- મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરો
- વાહન નંબર અને ચેસીસ નંબરના લાસ્ટ પાંચ આંકડા દાખલ કરો
- અપડેટ મોબાઈલ ડિટેલ્સ
- ફાઈલ ઓલ નેસેસરી ડિટેલ
- શો ડિટેલ પર ક્લિક કરો
- ફિલ ડિટેલ એસ પર આધાર પર ક્લિક કરો
- વેરીફાઈ પર ક્લિક કરો
- અપડેટ પર ક્લિક કરો