સિવિલ ડિફેન્સ મોકડ્રિલ : ઓપરેશન અભ્યાસ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો જોગ સંદેશ

---Advertisement---

ભારત સરકારશ્રીની સૂચના અન્વયે “ઓપરેશન અભ્યાસ” મોકડ્રિલ તા. ૦૭-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૪ થી ૮ કલાક દરમ્યાન યોજવાની થાય છે. ભરૂચ જિલ્લાના તમામ વિસ્તાર એટલે કે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર નગરપાલિકા તથા આમોદ નગરપાલિકા તથા જીલ્લાના તમામ ગામમાં આ મોકડ્રિલના ભાગરૂપે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવશે જેની સૌ નાગરિકો એ નોંધ લેવી.

સિવિલ ડિફેન્સ મોકડ્રિલ

વિશેષ નોંધ: આ ફક્ત એક તાલીમના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરેલ છે જેથી આ મોક ડ્રીલમાં તમામ નાગરિકો દ્વારા સંપૂર્ણ સહકાર અપેક્ષિત છે તથા આ તાલીમ બાબતે ખોટી અફવાઓ ફેલાવવી નહીં.

ભરૂચ મોકડ્રિલ 2025

સાંજે ૦૪:૦૦ કલાકે ભરૂચ નગરપાલિકા, કસક ગુરુદ્વારા, દાંડીયા બજાર સ્વામીનારાયણ મંદીર, જુની પાણીની ટાંકી, સરદાર સ્મારક સ્કુલ મક્તમપુર, જુનુ બહુચર માતા મંદીર, જી.એન.એફ.સી ટાઉનશીપ જેવા અન્ય જાહેર સ્થળો મારફતે સાઇરન વગાડીને હવાઈ હુમલો (એર રેડ) થવાનો છે એવો સંકેત આપવામાં આવશે. આ સાઇરન ૨ મિનિટ સુધી ચઢતી ઊતરતી નીવ્રતા થી વાગશે.

અંકલેશ્વર મોકડ્રિલ 2025

સમાન રીતે અંકલેશ્વર નગરપાલિકા, જંખુસર નગરપાલિકા તથા આમોદ નગરપાલિકા તેમજ જીલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો મારફતે સાઈરન વગાડીને હવાઈ હુમલો (એર રેડ) થવાનો છે એવો સંકેત આપવામાં આવશે. આ સાઇરન ૨ મિનિટ સુધી ચઢતી ઊતરતી તીવ્રતા થી વાગશે.સાઈરન સંભળાય એટલે હવાઈ હુમલો થવાનો છે એમ માનીને દરેક વ્યક્તિએ નજીકના સુરક્ષિત સ્થાને પહોંચવાની તૈયારી રાખવી. સુરક્ષિત સ્થાન નજીકનું કોઈ પણ પાકું મકાન-દુકાન હોઈ શકે.

કોઈ પણ અફવા માનવી નહિ તથા વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી માહિતીને સરકારના માહિતી વિભાગની અધિકૃત માહિતી સાથે ચકાસી ને પછી જ ખરી માનવી તથા તેનો પ્રસાર કરવો.

સાંજે ૭.૩૦ કલાકે અંધારપટ (બ્લેક આઉટ) કરવાનો રહશે. તે ભાબતે જાણ કરવા ફરી વખત સાંજે ૭.૩૦ કલાકે સાઇરન વગાડવામાં આવશે જે ૨ મિનિટ સુધી ચઢતી-ઊતરતી તીવ્રતા થી વાગશે. ૭.૩૦ થી ૮ કલાક સુધી ૩૦ મિનિટ અધારપટ (બ્લેક આઉટ) રાખવું જેમાં દરેક નાગરિકે તેઓના ઘર/ઓફિસની તમામ લાઇટ બંધ કરી દેવાની રહશે તથા તમામ સ્થાનિક સત્તામંડળોએ સ્ટ્રીટ લાઈટ તથા જાહેર જગ્યાઓ પર અંધારપટ કરવાનો રહશે. આ અંધારપટ મુખ્યત્વે દુશ્મનને ક્યાં હુમલો કરવો તે ખબર ન પડી શકે તે માટે કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે સૌ નાગરિકો જ પોતાની રીતે શહેર/ગામમાં અંધારપટ કરે તે આ મોકડ્રીલનો હેતુ છે.

સાંજે ૮ કલાકે હવાઈ હુમલાની મોકડ્રીલ પૂર્ણ થવાના સંકેત સ્વરૂપે ત્રીજી વખત સાઈરન વગાડવામાં આવશે. પરંતુ આ સાઇરન ૨ મિનિટ સુધી એક સરખી તીવ્રતાથી વાગશે જે સંકેત આપે છે કે હવાઈ રેડ સમાપ્ત થયેલ છે. એક સરખી તીવ્રતા વાળું ૨ મિનિટ સાઇરન વાગ્યે થી આપ રાબેતા મુજબ આપની કામગીરી કરી શકો છો.

ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ નંબર

આ ડ્રિલ સમયે કોઈ પણ સહાય મેળવવા તથા સાચી માહિતી મેળવવા પોલીસ કંન્ટ્રોલ રૂમ ૧૦૦ તથા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ન ૦૨૬૪૨ ૨૪૨૩૦૦ તથા ૧૦૭૭ પર સંપર્ક કરવો.

જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ

Join WhatsApp

Join Now

Leave a Comment