હવે ઘર બેઠા રોજગારવાંચ્છુ ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકશે, જાણો કઈ રીતે રજિસ્ટર કરશો

અનુબંધમ
---Advertisement---

ગુજરાત ના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ રોજગાર અને તાલીમ નિર્દેશાલય દ્વારા અનુબંધમ પોર્ટલ શરુ કરવામાં આવ્યુ છે, અનુબંધમ પોર્ટલનો હેતુ બેરોજગાર યુવાનો અને નોકરીદાતાઓને એક સામાન્ય મંચ પર લાવવાનો છે.

અનુબંધમ પોર્ટલ

આ અનુબંધમ પોર્ટલ દ્વારા ગુજરાતના યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને રાજ્યમાં બેરોજગારી ઘટાડવા માટે એક પહેલ છે જેના દ્વારા નોકરી શોધનારાઓ એક જગ્યા પર તમામ નોકરી ની માહિતી મળી રહે અને સાથે નોકરી આપનાર ને પણ એક જગ્યા પર પોતાની જરૂરિયાતો અનુસાર ખાલી જગ્યાઓ જાહેર કરી શકે છે.

નોકરી શોધનારાઓ માટે:

  • યુવાનો પોતાની શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને અનુભવના આધારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.
  • તેમની લાયકાતને અનુરૂપ નોકરીની તકો શોધી અને અરજી કરી શકે છે.
  • રોજગાર મેળાઓ અને ઈન્ટરવ્યૂની માહિતી મોબાઈલ એપ અથવા વેબસાઈટ દ્વારા મેળવી શકે છે.

નોકરીદાતાઓ માટે:

  • કંપનીઓ અને નોકરીદાતાઓ પોતાની જરૂરિયાતો અનુસાર ખાલી જગ્યાઓ જાહેર કરી શકે છે.
  • લાયક ઉમેદવારોની ભરતી સરળતાથી કરી શકે છે.

મોબાઈલ એપ:

  • અનુબંધમ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જે નોકરી શોધવા અને અરજી કરવાની પ્રક્રિયા સરળ બનાવે છે.
  • વપરાશકર્તાઓને નવી નોકરીઓ, ઈન્ટરવ્યૂ અને અન્ય અપડેટ્સની સૂચનાઓ મળે છે.

જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ (ફરજિયાત)
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (જેમ કે માર્કશીટ)
  • અનુભવના પ્રમાણપત્રો (જો લાગુ હોય)
  • ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈ એક)

રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો :

  1. અનુબંધમની સત્તાવાર વેબસાઈટ (https://anubandham.gujarat.gov.in) પર ની મુલાકાત લો.
  2. “રજીસ્ટ્રેશન” બટન પર ક્લિક કરો.
  3. તમે નોકરી શોધનાર છો કે નોકરીદાતા છો તે પસંદ કરો.
  4. આધાર કાર્ડ અને અન્ય વિગતો ભરો, OTP દ્વારા ચકાસણી કરો.
  5. શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી અપલોડ કરો.
  6. પ્રોફાઈલ પૂર્ણ કરી, નોકરીઓ માટે અરજી કરો.

Join WhatsApp

Join Now

Leave a Comment