અંકલેશ્વર : અંકલેશ્વરના નરેશ શર્મા અને તેમના પરિવારને પ્રયાગરાજ મહાકુંભના દર્શન કરીને પરત ફરતી વખતે ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર પલટી મારી ગઈ હતી, આ બનાવ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંદસૌર નજીક બન્યો હતો.
અંકલેશ્વરના રાધાકૃષ્ણ ફૅબ્રિક એન્જીનીયરીંગના સંચાલક નરેશ શર્મા અને એમના પત્ની મીના શર્માએનું મોત નીપજ્યું હતું, આ અકસ્માતમાં શર્મા દંપતીનો 14 વર્ષીય પુત્ર આયુષ, પુત્રી મયુરી અને ધ્રુવી તેમજ કારચાલક આદિત્યને ગંભીર ઈજાઓ થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રયાગરાજ મહાકુંભમાં ધાર્મિક દર્શન કરીને શર્મા પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે, આ કરુણ ઘટના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંદસૌર પાસે બની હતી. આ ગંભીર અકસ્માતની જાણ અંકલેશ્વર પંથકમાં થતાં સમગ્ર અંકલેશ્વરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
