ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટ-૨૦૨૫ના પરિણામ અંગેની બનાવટી અખબારી યાદી, જુઓ બોર્ડ દ્વારા અપાયેલ રદીયો
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટ પરિણામ બનાવટી અખબારી યાદી રદીયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ માર્ચ-૨૦૨૫માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર તા.૧૭/૦૪/૨૦૨૫ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબારી યાદી સોશિયલ મિડીયામાં ફરતી થયેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી. આથી સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે. માર્ચ-૨૦૨૫માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે ક્યારે જાહેર થશે તેની અખબારી યાદી બોર્ડની વેબસાઈટ gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત તમામે નોંધ લેવી.
સોશિયલ મિડીયામાં ફરતી ઉક્ત અખબારી યાદી ખોટી હોઈ બોર્ડ દ્વારા આ રદીયો આપવામાં આવે છે.
