NMMS Result 2025: નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા ૨૦૨૪-૨૫ પરીણામ જાહેર

NMMS Result 2025
---Advertisement---

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨૪-૨૫ પરીણામનું જાહેર કરવા આવીયુ તમારું રિઝલ્ટ કઈ રીતે તપાસવું જેની માહિતી નીચે આપેલ છે.

NMMS Result 2025

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટસ્કોલરશીપ (N.M.M.S) યોજના એમ.એચ.આર.ડી., ન્યુ દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.

ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના તા:૧૯/૦૬/૨૦૨૪ના પત્ર અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૩૦/૧૨/૨૦૨૪ ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/NMMS/૨૦૨૪-૨૫/૧૧૦૦૫-૧૧૨૮૦થી આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા:૨૨/૦૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ સવારે ૧૨:૦૦ કલાક થી બપોરે ૦૩:૦૦ કલાક દરમિયાન રાજ્યના તમામ તાલુકા મથકે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨૪-૨૫ (National means cum merit Scholarship Exam-2024-25)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨,૨૦,૪૮૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે વિદ્યાર્થી રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા:૨૮/૦૨/૨૦૨૫થી તા:૦૫/૦૩/૨૦૨૫ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે વેબસાઈટ પર આપેલ લીંક પર ઓનલાઇન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.

પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલ ઉત્તરો પૈકી કેટલાક ઉત્તરોમાં સુધારા કરવા ભલામણ કરેલ હતી. જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણના આધારે ઉત્તરોમાં સુધારા કરી બોર્ડની વેબસાઇટ પર તા:૧૮/૦૩/૨૦૨૫ ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૨/૦૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૪-૨૫ (National means cum merit Scholarship Exam -2024-25) નું પરીણામ આજ તા. ૦૨/૦૪/૨૦૨૫ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવશે.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરિણામ કેવી રીતે તપાસવું?

વિદ્યાર્થીઓએ પોતાના રાજ્યના SEB વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ તપાસવું જોઈએ.

  • બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર વિઝિટ કરો
  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો.
  • પછી સબમિટ પર ક્લિક કરો.

Join WhatsApp

Join Now

Leave a Comment